ભારતીય શેર બજાર: સેન્સેક્સે 40,000 ની સપાટી વટાવી 

ભારતીય બજારો માટે વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો એશિયન બજારોમાં મિશ્રિત કારોબાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી વધારા  પર ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ, વ્યાજ દર પર યુએસ ફેડના નિર્ણય પહેલાં ગઈકાલે યુએસ માર્કેટ ઘટાડા પર બંધ થયો હતો. ગઈકાલના કારોબારમાં નાસ્ડેક 0.5 ટકા કરતા વધુ ઘટ્યો છે. ડાઉ પણ ઘટાડા સાથે બંધ થયો હતો. રિકૉર્ડ ઉચાઇ પર પહોંચ્યા પછી એસ એન્ડ પી 500 પણ સરકી ગયો. આજે ફેડ ચોથા ટકાના દરમાં ઘટાડો થવાની સંભાવના છે. આજે મોડી રાત્રે વ્યાજ દર પર ફેડ નિર્ણય લેશે. આ દરમિયાન આરામકોનો આઈપીઓની જાહેરાત 3 નવેમ્બર સુધીમાં થવાની સંભાવના છે.

શરૂઆતમાં જ સેન્સેક્સ 40,000 ની સપાટી વટાવી હતી અને નિફટી  પણ મજબૂત છે  ત્યારે દિવાળી પછી પણ શેર બજારમાં તેજી જોવા   મળી રહી છે.

આ વૈશ્વિક સંકેતોના વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શુરૂઆત તેજી સાથે થઇ હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મૉલકપ શેરો પણ જોશમાં જોવા મળી રહ્યા છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.55 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.34 ટકા ના મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ અને ગેસ ઈન્ડેક્સ 0.68 ટકાના મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.

માર્કેટમાં ઓટો સિવાયના તમામ મહત્વપૂર્ણ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. એફએમસીજી, આઈટી, રિયલ્ટી અને ફાર્મા શેરો સૌથી મજબૂત જોવા મળી રહી છે. બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદીને કારણે બેન્ક નિફ્ટી 0.40 ટકા વધીને 29,990 પર જોવા મળી રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 110 અંક એટલે કે 0.27 ટકાના વધારા સાથે 39300.32 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 35 અંક એટલે કે 0.30 ટકાની તેજીની સાથે 11820 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here