રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 10% વધ્યો પણ શેર બજારમાં ભારે ગિરાવટ: સેન્સેક્સ 624 પોઇન્ટ નીચે બંધ થયો

મંગળવારે સ્લોડાઉનની ભારે ચિંતા વચ્ચે મુંબઈ શેરબજારમાં ઓટો, ટેલિકોમ અને બેન્ક શેરોમાં ધૂમ વેચવાલીથી સેન્સેક્સમાં 624 પોઈન્ટ્સનો જંગી કડાકો બોલી ગયો હતો. બજેટની કેટલીક દરખાસ્તોમાં ફેરફાર કરવા નાણાપ્રધાને ધરપત આપી હતી પણ કોઈ નક્કર જાહેરાતના અભાવે રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 37,755.16 અને નીચામાં 36,888.49 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 623.75 પોઈન્ટ્સ અથવા 1.66 ટકા તૂટીને 36,958.16 પોઈન્ટ્સ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,145.90 અને નીચામાં 10,901.60 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 183.80 પોઈન્ટ્સ અથવા 1.65 ટકા ગગડીને 10,925.85 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યા હતા.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.35 ટકા અને 1.49 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે ઓઈલ-ગેસને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ

ઝોનમાં બંધ રહ્યા હતા. આજે ઓટો અને ટેલિકોમ ઉપરાંત બેન્ક, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને મેટલ શેરોમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.

મંગળવારે યસ બેન્ક 10.35 ટકા, M&M 6.11 ટકા, બજાજ ફાઈનાન્સ 5.72 ટકા, ભારતી એરટેલ 5.28 ટકા, બજાજ ફિનસર્વ 5.51 ટકા, HDFC 5.07 ટકા, ગ્રાસિમ 4.97 ટકા, આઈશર મોટર્સ 3.89 ટકા અને મારુતિ 4.72 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે ઈન્ડિયા બુલ હાઈસિંગ ફાઈ 13.47 ટકા, રિલાયન્સ 9.72 ટકા, સન ફાર્મા 3.71 ટકા, ગેઈલ 1.66 ટકા વધીને બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here