રેપો રેટ યથાવત રહેતા શેર બજારમાં બલ્લે બલ્લે;સેન્સેક્સ પેહેલી વખત 45,000 ને પાર

102

આજે સૌની જેમના પર નજર હતી તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ પોલિસી હકારાત્મક રહેતા અને રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં ન આવતા માર્કેટમાં પોઝિટિવ સંકેત મળ્યા હતા અને તેને કારણે શેર બજારમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો હતો.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તીદાસ કાંતાએ આજે સૌથી મહત્વનું પગલું રેપો રેટ યથાવત રાખવાની કર્યું હતું. જેને કારણ માર્કેટમાં અચાનક જોરદાર ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ પેહેલી વખત 45,000 ને પાર જોવા મળ્યો હતો. રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસી માટે મતદાન કરનાર તમામ 6 સભ્યોએ રેપો રેટ યથાવત રાખવાનું સૂચન કર્યું હતું. જેના લાંગલે સેન્સેક્સ,નિફટી અને બેન્ક નિફટીમાં ઊંચી ઉડાન જોવા મળી હતી.

અત્યારે બપોરે 01.15 વાગે શેર બજારમાં સેન્સકેસ 44,833 પર ટ્રેડ થયો જોવા મળે છે. જયારે નિફટી 13,187 પર ટ્રેડ થતો જોવા મળે છે. બેન્ક નિફટી પણ વધીને 29,615 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.જે શેરોમાં તેજી રહી તેમાં એવિયેશન સેક્ટર ઉપરાંત ઇન્ફ્રા,ટેલિકોમ અને સિમેન્ટના શેરોમાં પણ તેજી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here