શેર બજારમાં સેન્સક્સ 1000 પોઇન્ટ તૂટ્યો: બેન્કિંગ અને મીડ કેપ શેરોનું ધોવાણ 

ગઈકાલે શેર બજારમાં શાનદારી તેજી બાદ આજે શેર બજારમાં ભારે કડાકો બોલી ગયો હતો અને નિફિટી અને સેન્સેક્સમાં રેકોર્ડ બ્રેક ગિરાવટ જોવા મળી હતી. બેન્ક નિફાઈટીથી મંડી મીડ કેપ શેરોનું ભારે ધોવાણ થયું હતું  ગ્લોબલ બજારોમાં ઘટાડાની અસર ઘરેલૂ બજારોમાં પણ જોવાને મળી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1000 અંકો સુધી તટી ગયો  હતો જ્યારે નિફ્ટીએ 10150 ની નીચે સુધી પહોંચી ગયો હતો . સેન્સેક્સ અને નિફ્ટીમાં 2.5 ટકાથી વધારાની નબળાઈની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વેચવાલી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.3 ટકા ઘટ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 3.3 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3 ટકા લપસ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 957 અંક એટલે કે 2.75 ટકાની નબળાઈની સાથે 33890 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 302 અંક એટલે કે 2.9 ટકા ઘટીને 10160 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 

બેન્કિંગ, ફાર્મા, મેટલ, આઈટી, ઑટો, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં વેચવાલી હાવી છે. બેન્ક નિફ્ટી 3 ટકાના ઘટાડાની સાથે 24580 ના સ્તર પર આવી ગયા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, આયશર મોટર્સ, યસ બેન્ક, વેદાંતા, ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 8.1-4 ટકા સુધી તૂટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી 2.7 ટકા સુધી મજબૂત થયા છે.

મિડકેપ શેરોમાં શ્રીરામ ટ્રાંસપોર્ટ, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને જિંદલ સ્ટીલ 5.7-5.3 ટકા સુધી ઘટ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઈમામી, બજાજ હોલ્ડિંગ્સ અને એનએલસી ઈન્ડિયા 1.4-0.6 ટકા સુધી વધ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં સોમાની સિરામિક્સ, મોહોતા ઈન્ડસ્ટ્રીઝ, જસ્ટ ડાયલ, ઓરિએન્ટ પેપર અને દિવાન હાઉસિંગ 11.1-7.5 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ક્યૂપિડ, ન્યુટ્રાપ્લસ ઈન્ડિયા, ડીએફએમ ફુડ્ઝ, આરએસડબ્લ્યૂએમ અને અહલૂવાલિયા 9.3-5.2 ટકા સુધી વધ્યા છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here