બૂસ્ટર ડોઝની અસર, સેંસેક્સમાં 800 અંકનો ઉછાળો, નિફ્ટી 11,050 ની પાર: બધીજ સ્ક્રિપ્ટમાં જોવા મળી ખરીદારી 

ગત અઠવાડિયામાં સુસ્ત ઇકોનોમીને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતોની અસર શેર માર્કેટ પર નજર આવી રહી છે. શેર માર્કેટમાં જોરદાર ખરિદી થઇ રહી છે. બીએસઇનો સેંસેક્સ 800થી વધુ અંકના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે અને એનએસઇનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી પણ 11,000 ની પાર પહોંચી ગયો છે. આજે  નિફ્ટી 11,057.85 પર અને સેંસેક્સ 792.96 અંકના ઉછાળા સાથે 37,494  પર નજર આવ્યો. અત્યાર સુધીમાં સેંસેક્સ 36,492 થી 37,554 નો હાઇ જોવા મળ્યા બાદ 37494.12 પર બંધ આવ્યો હતો.

એફપીઆઇને રાહત અને આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાથી રોકાણકારો ઉત્સાહિત છે અને શેર માર્કેટ આદજે ખુબ મોટા ઉછાળા સાથે ખુલ્યો હતો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેંજનો શેર 30 શેરવાળો સૂચકાંક સેંસેક્સ 662.97 અંકોના ઉછાળા સાથે 37,363.95 પર ખુલ્યો તો નોશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 170.65 અંક ઉચળીને 11000.30 પર ખુલ્યો.

જોકે કેટલાક સમય બાદ ઉછાળામાં થોડો ઘટાડો થયો. સવારે 9:45 વાગે સેંસેક્સ 159.82 અંકોની તેજી સાથે 36,860 પર કારોબાર કરી રહ્યો હતો તો નિફ્ટી 30.65 અંક ઉપર 10,860 પર હતો અને બજારમાં રિકવરી થતી જોવા મળી હતી.

શુક્રવારે કરવામાં આવેલી ઘોષણા બાદ બ્રોકરેજ કંપનીઓનું પણ અનુમાન હતું કે પબ્લિક સેક્ટર બેંકો, ઓટો અને હોમલોન સ્ટોક્સમાં તેજી આવશે. નાણા મંત્રીએ પબ્લિક સેક્ટની બેંતોને તરત 70 હજાર કરોડ અને હોમ લોન કંપનીઓને 20 હજાર કરોડના વધુ ફંડનો વાયદો કર્યો છે. સેંસેક્સ અને નિફ્ટીમાં બે ટકાનો ઉછાળો આવવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

આજે લગભગ બધી જ કેટેગરીના શેરો ચાલ્યા હતા અને બેન્ક નિફટીના 12 માંથી 12 શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બેન્ક નિફટી પણ 992 પોઇન્ટ વધ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here