સેન્સેક્સ અને નિફટી ટ્રેડ થયા ઓલ ટાઈમ હાઈ પર

સેન્સેક્સ આજે સોમવારે 269 અંક વધીને 40,434.83 ના સ્તરે કારોબાર કરી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 75.85 પોઇન્ટના ઉછાળા સાથે 11,966.45 ની સપાટીએ સવારના કારોબારમાં છે.

એ જ રીતે સવારે 10:20 વાગ્યે સેન્સેક્સ 40,369 પોઇન્ટ અને નિફ્ટી 11,961 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યા હતા.

વેદાંત, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, એસબીઆઈ, એચસીએલ ટેક, સન ફાર્મા અને ભારતી એરટેલ ટોચની તેજીમાં છે.

ચલણના મોરચે રૂપિયો અમેરિકન ડોલર સામે 16 પૈસાની કડાકા સાથે પ્રારંભિક સત્રમાં 70.65 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here