નિફ્ટી 11870 ની નીચે; બેન્ક નિફટીમાં પણ વેચવાલી

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,153.99 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,870.60 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

જો કે મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.02 ટકાની મામૂલી નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.05 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા મામૂલી વધારો દેખાય રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 114.58 અંક એટલે કે 0.28 ટકાના ઘટાડાની સાથે 40133.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 33.60 અંક એટલે કે 0.28 ટકા ઘટીને 11883.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, મેટલ, ઑટો, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં 0.74-0.07 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.38 ટકા ઘટાડાની સાથે 30103.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા અને રિયલ્ટી શેરોમાં મજબૂતી દેખાય રહી છે.

દિગ્ગજ શેરોમાં ટાઈટન, એચસીએલ ટેક, ભારતી ઈન્ફ્રાટેલ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્ક 0.70-6.64 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, સન ફાર્મા, હિંડાલ્કો, સિપ્લા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને વેદાંતા 0.95-2.55 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં જીઈ ટીએન્ડડી ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક, જિલેટ ઈન્ડિયા, ડિવિઝ લેબ્સ અને જેએસડબ્લ્યુ એનર્જી 6.21-1.64 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, રિલાયન્સ ઈન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, અજંતા ફાર્મા અને ટોરેન્ટ પાવર 4.96-2.32 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલકેપ શેરોમાં સંધવી મુવર્સ, ટીસીપીએલ પેકિંગ, યુનિપ્લાય ઈન્ડસ્ટ્રીઝ, રૂબફિલા અને એપીએસ 10.13-5.83 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઉત્તમ શુગર, સલાસર ટેક્નો, બીજીઆર એનર્જી, ટીટાગઢ વેગન્સ અને અજમેરા રિયલ્ટી 8.66-6.27 ટકા સુધી મજબૂત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here