આજે શેર બજારમાં સારી શરૂઆત બાદ માર્કેટ તુરંત જ પટકાયું હતું અને એક સમયે તો માર્કેટ 700 પોઇન્ટ નીચે ગબડી પડ્યું હતું। બીએસઈ 714.74 પોઇન્ટના ઘટાડા સાથે 28,753.75 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે, નિફ્ટી 199 અંક 8,398.75 પર ગગડી ગયો છે.
અત્યારે 10:25 વાગે સેન્સેક્સ 28,731પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 8392 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ પેકમાં કોટકબેન્ક પ્રથમ નબળો રહ્યો હતો ત્યારબાદ એસબીઆઈ, ઇન્ફોસીસ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈન્ડસઇન્ડ બેન્ક અને પાવરગ્રિડમાં તેજી જોવા મળી.
બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક, પ્રતિ બેરલ 0.76 ટકા ઘટીને 26.15 ડોલર પર બંધ થયા છે.