માર્કેર્ટમાં ફરી કોરોનાની અસર: 575 પોઈન્ટનો કડાકો

છેલ્લા સપ્તાહમાં માર્કેટમાં થોડી તેજી જોવા મળ્યા બાદ આજે નવા વિકના પ્રથમ દિવસે માર્કેટમાં ઘટાડો જોવા માલયતો હતો અને એક બે સેક્ટરને બાદ કરતા લગભગ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. કોરોના ટેસ્ટટિંગ માટે નવું મશીન શોધનાર અબોટ કંપનીના શેરમાં આજે ભારે તેજી જોવા મળી હતી.હાલ 10:15 વાગે બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 29,241.59 પર છે એટલે કે 575 .74 પોઈન્ટ અથવા 2.53 ટકા પટકાઈને 28,995 નજીક કારોબાર કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 50 આંક પણ ગત સપ્તાહના બંધ 8,660.25 સામે આજે 8,482.95 પર છે એટલે કે 178.60 અંક અથવા 2.46 ટકા ગગડીને ટ્રેડ કરી રહ્યો છે. ઉપરાંત, બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અગાઉના બંધ સામે 700થી વધુ પોઈન્ટ ગગડીને ખુલ્યા બાદ હાલ 730 અંક પટકાઈને 19,238 નજીક કારોબાર કરી રહ્યો છે.

આજે બજજર ફાઇનાન્સ લગભગ 10 % જેટલો તૂટતો હતો અને તેનો અંદાજ રેટિંગ એજન્સીએ 1750 નો આપ્યો છે એટલે સતત બીજા દિવસે આ શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here