દેશની પરિસ્થિતિ માટે લોકો તૈયાર રહે: શરદ પવાર

કોરોનવાઈરસની અસરને ધ્યાનમાં રાખીને દેશના તમામ લોકોએ તૈયાર રહેવું પડશે કારણ કે દેશની ઈકોનોમી પર તેની મોટી અસર થઇ શકે છે તેમ એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું .

તેમને જણાવ્યું હતું હતું કે વર્તમાન સ્થિતિમાં દેશની ઈકોનોમી એકદમ નાજુક લાગી રહી છે અને નિષ્ણાંતોના માટે દેશનો જીડીપી પર 2% ઘટી શકે છે.મહારાષ્ટ્રના લોકો સાથે ફેસબુકના માધ્યમથી વાતચીત કરતા શરદ પવારે જણાવ્યું હતું કે લોકોએ કોરોનવાઈરસની સ્થિતિમાં કોઈ નવા અખતરા કરવા ન જોઈએ અને ઝડપથી ફેલાતા આ રોગ સામે ઘરે જ રહેવું જોઈએ

હાલ દેશમાં તમામ બિઝનેસ પ્રવૃતિઓ ઠપ્પ છે ત્યારે લોકોએ ગમે તે પ્રકારની સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે।કારણકે ક્રાઈસીસ બહુ મોટું છે અને લોકોએ પણઆવનારા સપ્તાહો દરમિયાન પોતાના ખર્ચ ઘણા જ ઓછા કરવા કરવા પડશે .તેમને તમામ લોકોને ઘરે રહેવાની સલાહ આપી હતી અને જો બિનજરૂરી ઘરની બહાર નીકરશો તો પોલીસને તેનું કામ કરવું પડશે .

એક ફેસબુકના યુઝરના પ્રશ્ન જવાબમાં પવારે જણાવ્યું હતું કે દેશની સ્થિતિ પર મોટી અસર પડી શકે છે અને તે માટે આપણે બધાએ ધ્યાન રાખવું પડશે અને જીડીપી પણ ઘણો ઘટી શકે છે.

વર્તમાન સ્થિતિમાં આપણે જ આપણું ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને યુવાનો જે બિનજરૂરી બહાર નીકળે છે તે ન નિકરવા જોઈએ અને લોકોનો સપોર્ટ બહુજ જરૂરી છે.તેમને એવી ટકોર કરી હતી કે મહારાષ્ટ્ર સરકારનો પરિપક્વ એપ્રોચને તેમની કમજોરી ન ગણવી જોઈએ .

સુગર મિલોને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ મજ઼દૂરોનું ધ્યાન રકહે અને તેમના પણ કરે.મહારાષ્ટ્રમાં 170 જેટલી સુગર મિલો છે અને તેમાં નવેમ્બરથી એપ્રિલ સુધી લગભગ 1 લાખ જેટલા શેરડી કાપનારા મજૂરો મરાઠવાડા અને અન્ય વિસ્તારમાંથી આવતા હોઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here