ત્રિવેણી એન્જીનીયરીંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો એક વર્ષમાં બન્યા માલામાલ

મુંબઈ: ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો શેર ગુરુવારના ઈન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર 9 ટકા વધીને રૂ. 285.30ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY22) માટે ટેક્સ પછીનો કોન્સોલિડેટેડ નફો (PAT) 37 ટકા વધીને રૂ. 130 કરોડ સાથે મજબૂત પરિણામો નોંધાવ્યા હતા. કામગીરીમાંથી કુલ આવક વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1,235 કરોડ થઈ છે.

નાણાકીય વર્ષ 2021-22 (9MFY22) ના નવ મહિનાના સમયગાળા (એપ્રિલ-ડિસેમ્બર) માટે, કંપનીનો PAT 50 ટકા વધીને રૂ. 315 કરોડ થયો હતો, જ્યારે કામગીરીમાંથી ફ્લેટ આવક રૂ. 3,502 કરોડ હતી. આ સમયગાળા માટે એબીટા માર્જિન 30 bps વધીને 15 ટકા થયો છે. છેલ્લા એક વર્ષમાં ખાંડની કંપનીના શેરમાં લગભગ 300 ટકા (ચાર ગણો ઉછાળો) વધારો થયો છે. 16 ફેબ્રુઆરી, 2021ના રોજ 69 રૂપિયાના તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી શેરમાં ઝડપી તેજી આવી છે. આ કંપનીના શેરધારકો એક વર્ષમાં અમીર બની ગયા છે. કંપની દેશની બીજી સૌથી મોટી સંકલિત ખાંડ ઉત્પાદક કંપની છે, અને એન્જિનિયર-ટુ-ઓર્ડર હાઇ સ્પીડ ગિયર્સ અને ગિયર બોક્સની માર્કેટ લીડર છે, અને પાણી અને ગંદા પાણી વ્યવસ્થાપન વ્યવસાયમાં અગ્રણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here