જુલાઈ 2021 થી, નેપાળમાં વધતી આયાત, પ્રવાસન અને નિકાસ માંથી ઓછી આવકને કારણે વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો જોવા મળ્યો છે. નેપાળે વ્હિસ્કી અને તમાકુ સહિત કાર અને અન્ય મોંઘા માલની આયાત પર ઔપચારિક રીતે પ્રતિબંધ મૂક્યો છે અને બે જાહેર રજાઓ રજૂ કરી છે. તરલતાની અછત અને વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાને ટાંકીને દેશની અર્થવ્યવસ્થા શ્રીલંકાના માર્ગ પર ન જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જુલાઈ 2021 થી, નેપાળમાં વધતી આયાત, પ્રવાસન અને નિકાસમાંથી ઓછી આવકને કારણે વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2022 સુધીમાં હિમાલયન દેશનો ગ્રોસ ફોરેન એક્સચેન્જ રિઝર્વ જુલાઈ 2021ના મધ્યમાં $11.75 બિલિયનથી 17 ટકા ઘટીને $9.75 બિલિયન થયો છે.
નેપાળ રાષ્ટ્ર બેંકના ડેપ્યુટી ગવર્નર બમ બહાદુર મિશ્રાએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ મંગળવારથી અમલમાં આવ્યો છે અને તે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં જુલાઈ 2022ના મધ્ય સુધી ચાલશે. નેપાળ ગેઝેટમાં આ અંગેની એક સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે વિદેશી હૂંડિયામણની અછતને રોકવા માટે કાર, 250 સીસીથી વધુની મોટરબાઈક, 32 ઈંચથી વધુ કલર ટીવી, તમાકુ અને વ્હિસ્કી જેવી વૈભવી ચીજવસ્તુઓની આયાત હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. નવી જોગવાઈ મુજબ માત્ર ઈમરજન્સી વાહનોની આયાત કરી શકાશે. અધિકારીએ કહ્યું કે પ્રતિબંધમાં રમકડાં, હીરા અને પ્લેયિંગ કાર્ડ્સની આયાતને પણ આવરી લેવામાં આવી છે.