દક્ષિણ આફ્રિકા: ખાંડ ઉદ્યોગને સરકારી સહાય

કેપટાઉન: દક્ષિણ આફ્રિકાના વેપાર, ઉદ્યોગ અને પ્રતિસ્પર્ધા મંત્રી ઇબ્રાહિમ પટેલે જણાવ્યું હતું કે જુલાઈમાં દેશમાં લૂંટ અને રમખાણોથી પ્રભાવિત ઉદ્યોગોને ટેકો આપવા માટે કુલ 1.5 અબજ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું હતું કે આ મદદનો હેતુ આ ધંધાઓની મદદ કરવાનો છે જેમની સંપત્તિ તોફાનોમાં નાશ પામી હતી.

ઔદ્યોગિક વિકાસ નિગમ (IDC), સોલીડારિટી ફંડ અને નેશનલ એમ્પાવરમેન્ટ ફંડ (NEF) એ જુલાઈની લૂંટથી પ્રભાવિત વ્યવસાયોને રૂ. 1.5 અબજ પૂરા પાડ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પટેલે જણાવ્યું હતું કે, તેમને ખાંડ ઉદ્યોગ તરફથી અરજી મળી હતી, જેની શેરડી તોફાનીઓ દ્વારા સળગાવી દેવામાં આવી હતી અને 192 શેરડીના ખેડૂતોના નુકસાનને ભરવા માટે 1.5 અબજ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

પટેલે કહ્યું કે, મોટાભાગના ઉદ્યોગોને પહેલેથી જ મદદ અથવા ટેકો મળ્યો છે. અશાંતિના પરિણામે ક્વાઝુલુ-નાતાલ અને ગૌતેન્ગના બે પ્રાંતોમાં સેંકડો વ્યવસાયોને નુકસાન થયું હતું. રમખાણોથી કુલ 320 કોમર્શિયલ સ્થળો પ્રભાવિત થયા હતા. આ મહિનાની શરૂઆતમાં, NEF અને સોલીડારિટી ફંડે અસરગ્રસ્ત વ્યવસાય માટે R450 મિલિયન SMME સપોર્ટ પ્રોગ્રામની સ્થાપના કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here