સાઉથ આફ્રિકા: ખાંડ વેચાણમાં 15% નો વધારો

124

કેપટાઉન : વ્યાપાર અને ઉદ્યોગના મંત્રી ઇબ્રાહિમ પટેલે શુગર મિલરો ,હોલસેલરો, ખોરાક ઉત્પાદકો અને ટ્રેડ યુનિયનના લોકો સાથે મિટિંગ કરી હતી. તેમની આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષની કોરોના ની મહામારીને કારણે શુગર ઉદ્યોગ આર્થિક કટિબંધીઓમાંથી પસાર થયો છે. ખાંડનું વેચાણ બિલકુલ ઠપ્પ થયું હતું. પરંતુ હવે ખાંડના વેચાણમાં 15% નો વધારો થયો છે જેને કારણે શુગર ઉદ્યોગને રાહતનો એહસાસ થઇ રહ્યો છે. આ મિટિંગ હમણાં જ મુકવામાં આવેલા માસ્ટર પ્લાન પર વિચારણા કરશે. હોલસેલરો અને ઔદ્યોગિક સ્થળોએથી શુગર ખરીદીમાં વધારો જોવા મળે છે, જેમાં ઠંડા પીણાંના ઉત્પાદન શામેલ છે.પટેલે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક વાતાવરણમાં વધુ સારું કામ કરીને ખાસ કરીને નાના ખેડૂતો અને લોકોને ફાયદો થઇ તે પ્રકારનું આયોજન અને બિઝનેસ થવા જોઈએ. શ્રમિકો સાથે ભાગીદારી વધુ મજબુત બની શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, કોકા-કોલા બેવરેજીસ સાથે તાજેતરના જ એક ડીલ અંતર્ગત દક્ષિણ આફ્રિકાના નાના ખેડૂતો પાસેથી વધુ ખાંડ ખરીદી કરવાની પ્રતિબદ્ધતા દેખાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here