સ્પેન ખાંડયુક્ત ખોરાક અને પીણાની જાહેરાતો પર પ્રતિબંધ મૂકશે

મેડ્રિડ: સ્પેનિશ સરકારે બાળકોમાં વધતા સ્થૂળતાના વલણને રોકવા માટે વધારે ખાંડવાળા ખોરાક અને ચોકલેટ બાર અને સોડા જેવા પીણાંની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. સ્પેનિશ ગ્રાહક બાબતોના પ્રધાન આલ્બર્ટો ગાર્ઝોને પત્રકારોને જણાવ્યું હતું કે, 2022 થી, ટેલિવિઝન, રેડિયો, ઑનલાઇન આઉટલેટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ પર ખાંડ યુક્ત ખાદ્યપદાર્થોની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પ્રતિબંધ ચોકલેટ બાર, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, સોફ્ટ ડ્રિંક્સ અને અન્ય ખાંડ યુક્ત પીણાંની જાહેરાતો પર લાગુ થશે. મંત્રીએ કહ્યું કે સ્પેન પણ બ્રિટન, નોર્વે અને પોર્ટુગલ જેવા અન્ય યુરોપિયન દેશોના પગલે ચાલશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here