વિદેશી હૂંડિયામણના સંકટ વચ્ચે શ્રીલંકાએ ખાંડ આયાત પર પ્રતિબંધ મુક્યો

71

શ્રીલંકાના નાણાં મંત્રાલયે દેશમાં વિદેશી વિનિમયની કટોકટીને ધ્યાનમાં રાખીને ચોખા, લોટ, ખાંડ, દારૂ અને વસ્ત્રો જેવા ચીજવસ્તુઓ પર આયાત પ્રતિબંધ લગાવી દીધો છે. શ્રીલંકાએ ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે શ્રીલંકાના રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડાને લીધે આ પગલું ભર્યું હતું. શ્રીલંકન રૂપિયો ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે 200.46 ની નીચી સપાટીએ ગયો હતો.

મંત્રાલયે તેના એક ગેજેટમાં જણાવ્યું છે કે કસ્ટમ વિભાગ અને વેપારી બેંકોએ અમુક ચુકવણી પદ્ધતિઓ હેઠળ 156 કેટેગરીના ઉત્પાદનોની આયાત સ્થગિત કરી છે.તદનુસાર,ચોખા,લોટ,ખાંડ,બેકરી ઉત્પાદનો, એપરલ ઉત્પાદનો અને ફર્નિચર જેવા ઉત્પાદનો ક્રેડિટના પત્રો, સ્વીકૃતિના દસ્તાવેજો,ચુકવણીના દસ્તાવેજો અને અગાઉથી ચુકવણી હેઠળ આયાત કરી શકાતા નથી.

શ્રીલંકાએ તેનો ઘરેલું ઉપયોગ પૂરો કરવા માટે આયાત પર નિર્ભર રહેવું પડશે.

દરમિયાન શ્રીલંકાના આબકારી ખાતાએ કર્ફ્યુ હટાવ્યા બાદ દારૂની દુકાનોને ખુલ્લી રહેવાની છૂટ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here