ખાંડની કિંમતો પરની મર્યાદા હટાવતી શ્રીલંકન સરકાર

93

શ્રીલંકાના રૂપિયામાં ઘટાડો થતાં શ્રીલંકાએ આયાતકારોને મદદ કરવા ખાંડના જથ્થાબંધ અને છૂટક ભાવો પર લગાવેલી મર્યાદા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કન્ઝ્યુમર અફેર્સ ઓથોરિટી (CAA) એ મંગળવારે 2018 માં લાદવામાં આવેલા નિયમોને રદ કર્યા હતા. 2018 માં નિયમો હેઠળ,આયાતકારોને જથ્થાબંધ વેપારીઓને ખાંડ 92 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની સૂચના આપવામાં આવી હતી, જ્યારે અનપેક્ડ ખાંડની મહત્તમ રિટેલ કિંમત (એમઆરપી) 100 રૂપિયા હતી, અને પેકેજ્ડ ખાંડની કિંમત 105 રૂપિયા પ્રતિ કિલો હતી.

સમાચારો અનુસાર હાલમાં આયાતકારોએ એક કિલો ખાંડ આયાત કરવા માટે 114 થી 120 રૂપિયા ચુકવવા પડશે. આના કરતા સીલિંગના ભાવ ઓછા હોવાથી સ્ટોકની સપ્લાય અવરોધાય છે.સેન્ટ્રલ બેંક ડેટા બતાવે છે કે બુધવારે શ્રીલંકન રૂપિયો અમેરિકન ડોલર સામે 195.8 રૂપિયા અને 9 એપ્રિલના રોજ 200.47 ના ઉચ્ચતમ સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here