સુગર મિલોની મુશ્કેલીઓ દૂર કરવા શ્રીલંકા ભારતની સલાહ લેશે

કોલંબો:ભારતની જેમ જ શ્રીલંકા એશિયાના કૃષિ ક્ષેત્રે અગ્રણી દેશ તરીકે જાણીતું છે,પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંની સુગર મિલોની નબળી આર્થિક સ્થિતિને કારણે સુગર મિલોને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.સુગર મિલોને કાર્યરત રાખવા માટે આર્થિક સહાયની જરૂર છે.ત્યારે હવે શ્રીલંકાએ પણ પોતાની માંદી મિલોને બેઠી કરવા ભારત તરફ નજર દોડાવી છે.

મિલોની આર્થિક સમસ્યાના મુદ્દે શ્રીલંકાની સંસદ અધ્યક્ષ કરુ જયસૂર્યાએ તેમના સરકારી નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે શ્રીલંકામાં સુગર મિલોની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે.વર્કરોને પગાર ચૂકવવા માટે મિલોએ પોતાનો ખર્ચ કાપવો પડે છે.અને શેરડીના એરીયરનો પણ મોટો મુદ્દો છે.

જયસૂર્યાએ જણાવ્યું હતું કે શેરડીની ઓછી વાવણીના કારણે મિલોને શેરડીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.જેના કારણે તેઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.સંસદમાં સાંસદો દ્વારા ઘણીવાર સુગર મિલો દ્વારા શેરડીના બાકી નાણાંનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવી રહ્યો છે.સરકાર મિલોને સસ્તા દરે લોન આપી રહી છે,પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી.

તેમણે કહ્યું કે, “શ્રીલંકાથી એક પ્રતિનિધિ મંડળ માર્ચની સામાન્ય ચૂંટણી બાદ ભારતની મુલાકાતે આવશે અને ખાંડ ક્ષેત્રના નિષ્ણાતો અને નફામાં ચાલતી સુગર મિલો લઈને મનોમંથન અને ચર્ચા વિમર્શ કરશે.”

જયસૂર્યાએ વધુમાં ઉમેર્યું હતું કે ખાંડના ઉત્પાદનની સાથે સાથે અમે ઇથેનોલ અને અન્ય પેટા-પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ જે સુગર ક્ષેત્રને પુન પ્રાપ્ત કરવામાં અને સ્વયં ટકાઉ બનવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here