શેરડીના પૈસા ખેડૂતોને મિલ માલિકો સમયસર ન ચૂકવે તો જેલમાં ધકેલી દેવાની સતા રાજ્ય સરકાર પાસે છે:રામ વિલાસ પાસવાન

કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો ખાંડના મિલ માલિકો ખેડૂતોને શેરડી પેટે ચુકવણા થતા નાણાં સમયસર ન ચૂકવે અથવા પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહી હોય તો ખાંડ મિલોના માલિકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની રાજ્ય સરકારોને સત્તા આપવામાં આવી છે.
કેન્દ્રના ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન અને ગ્રાહક બાબતોના મંત્રી, રામ વિલાસ પાસવાને લોકસભામાં જણાવ્યું હતું કે 2017-18માં ખેડૂતો માટે બાકીની રકમ રૂ. 85,179 કરોડ હતી અને તે ગ્રોસ સિઝનના અંત સુધીમાં 303 કરોડ રૂપિયા થઈ હતી.

ચાલુ સિઝનમાં 85,355 કરોડ રૂપિયાની બાકી રકમ છે, જેમાંથી 67,706 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. અમે આ વર્ષના અંત સુધીમાં બાકીના બાકીની રકમનેચૂકવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પાસવાને કહ્યું.

“જો તે ન થાય તો, રાજ્ય સરકારો પાસે મિલ માલિકોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા હોય છે અને તેમને જેલમાં મોકલી દેવાની સત્તા છે ,” પાસવાને પ્રશ્ન કલાક દરમિયાન લોકસભામાં જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here