નબળા ગ્લોબલ સંકેતને કારણે શ્વેર બજારમાં ફરી કડાકો

ગઈકાલે માર્કેટ થોડું સ્ટેબલ બંધ આવ્યા બાદ આજે શેર માર્કેટ શરૂઆતમાં જ 1000 પોઇન્ટ નીચે ખુલવા પામ્યું હતું। સેન્સેક્સ અને નિફટીમાં વેચવાલી જોવા મળી હતી. તમામ ગ્લોબલ સંકેતોના કારણે આજે શેરબજાર ખુલતાની સાથે જ કડડભુસ થઇ હોવાનું અનુમાન રાખવામાં આવે છે.

ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે નબળાઇ જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.78 ટકાના કડાકા પર ટ્રેડ કરી રહ્યો છે.

જોકે આજે બે ત્રણ સેક્ટરને બાદ કરતા લગભગ તમામ સેક્ટરમાં મંદી જોવા મળી હતી.બેન્કના શેરના ભારે દબાણને કારણે બેન્ક નિફ્ટી 3.38 ટકાની આસપાસની આસપાસ 19,850 ની આસપાસ છે એટલે કે 876 પોઇન્ટ નીચે છે. હાલમાં,બીએસઈ 30814 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે એટલે કે 833 પોઇન્ટ નીચે છે. બીજી તરફ એનએસઈનો 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ એનએસઈ નિફ્ટી આશરે 230 અંક એટલે કે 2.53 ટકાની નબળાઈ સાથે 9,030 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.

ભારતીય બજારો માટે આજે વૈશ્વિક સંકેતોના કારણે ભારે કડાકો નોંધાયો છે. આર્થિક પેકેજ અને ક્રૂડના બીજા તબક્કા અંગે સંમતિના અભાવથી અમેરિકન બજારોનો મૂડ ખરાબ થયો છે. ડાઉ જોન્સ ગઈકાલના કારોબારમાં 600 પોઇન્ટ બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here