નબળી શરૂઆત બાદ શેર બજારમાં તેજી:બેન્ક નિફટીમાં 200 પોઈન્ટનો વધારો

ભાટિયા શેર બજારમાં આજે શરૂઆત નેગેટિવ થયા બાદ બજારે માત્ર 10 મિનિટમાં પોતાની સ્થિતિ સુધારી લીધી હતી બેન્ક નિફટી નબળો ખુલ્યા બાદ જોરદાર તેજી જોવા મળી હતી અને એક્સિસ બેન્કના સારા પરિણામને કારણે બેન્ક નિફટીમાં જોરદાર કમબેક જોવા માલ્ટા સેન્સેક્સ અને નિફટીમાં પણ ભારે સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 12170ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 230 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે. જયારે બેન્ક નિફટી પણ 200 પોઇન્ટ વધ્યો છે.

આજે બેન્ક નિફટીની એક્સપાયરી હોવા છતાં બેન્કિંગ સેક્ટરમાં સુધારો જોવા મળ્યો હતો.આઈ સી આઈ સી આઈ બેંકમાં શરૂઆત નબળાઈ જોવા મળી હતી પણ આજે તેના પરિણામ પણ હોવાને કારણે આ સ્ટોકમાં પણ રિકવરી જોવા મળી હતી.

ગઈકાલે આઈ ટી શેરોમાં તેજી જોવા મળી હતી જે આજે થોડા સુસ્ત જોવા મળ્યા હતા પણ બેન્કિંગ અને સિમેન્ટ શારોમાં તેજી જોવા મળી હતી.એલ એન્ડ ટી ના સારા પરિણામને કારણે આ સ્ટોકમાં પણ ભારે ખરીદારી શરૂઆતથી જ જોવા મળી હતી.જ્યારે એફએમસીજી, ઑટો અને ફાર્મા શેરોમાં દબાણ દેખાય રહ્યુ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ નબળો ખુલ્યા બાદ સ્માર્ટ રિકવરી જોવા મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here