શેર બજારમાં બલ્લે બલ્લે: સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ હાઈ પર

97

મુંબઈ: વિશ્વ બજારમાં શાનદાર તેજીના સથવારે ભારતીય બજરમાં પણ આજે તેજી જોવા મળી હતી અને આજે સવારે માર્કેટ ઓપન થયું ત્યારથી સેન્સેક્સ અને નિફટી ઓલ ટાઈમ હાઈ પર ખુલતા બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી.લગભગ તમામ સેક્ટરમાં ખરીદારી જોવા મળી હતી

આજે સવારે માર્કેટ પોઝિટિવ સાઈન સાથે ખુલતા જ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને સેન્સક્સ 275 પોઇન્ટ ગુપ્ત ટ્રેડ થતો જોવા મળ્યો હતો જયારે નિફટીમાં પણ પણ શાનદાર તેજી જોવા મળી હતી સેન્સેક્સ 41850 અને નિફટી 12330 પર જોવા મળ્યો હતો.

આજે સવારે બેન્કિંગ સ્ટોકમાં પણ તેજી જોવા મળી હતી તો ફાર્મા શેરમાં પણ તેજી થઇ હતી જોકે ઇન્ફોસિસના પરિણામ બાદ ફરી તેજી જોવા મળી હતી અને લગભગ 23 રૂપિયા ઉપર ભાગ્યો હતો અને સાથોસાથ બજેટ સંબંધી શેરોમાં પણ તેજી જોવા મળી હતી જેમાં રેલ સંભંધિત શેરોમાં પણ તેજી જોવા મળી હતી જોકે આજે ઓટો શેરમાં થોડું દબાણ જોવા મળ્યું હતું ટીસીએસમાં પણ પરિણામ આવી રહ્યું છે તેને કારણે થોડું વેચવાલીના મૂડમાં જોવા મળ્યું હતું પણ એનઆઈ ટી ટેકમાં શાનદાર તેજી જોવા મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here