શેર બજારમાં તેજી: સેન્સકેસ 100 પોઇન્ટ વધ્યો

70

એશિયન બજારોમાં નબળાઇ જોવા મળી રહી છે. પરંતુ યુએસ માર્કેટમાં તેજી ચાલુ છે. શુક્રવારે ડાઉ અને એસ એન્ડ પી 500 નવી ટોચ પર બંધ થયો હતો. જો કે, 11 સત્રોની તેજી બાદ નાસ્ડેક લાલ નિશાનમાં બંધ થયો હતો. બીજી તરફ, ઇરાક અને સીરિયામાં અમેરિકા સેના ની કાર્યવાહી કરવામાં આવી છે. અહી અંતકી ઠેકાણા પર અમેરિકાનો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન સમર્થિત આતંકી જૂથ પર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ક્રૂડમાં તેજી જોવા મળી રહી છે અને બ્રેન્ટ 68 ડૉલરના પાર નકળી ગયો છે. ક્રૂડના ભાવ 3 મહિનાની ઊંચાય પર છે. ટ્રેડ ડીલ થી ક્રૂડની ડિમાન્ડમાં વધારા ની સંભાવના છે. અમેરિકામાં ક્રૂડ રિઝર્વે પણ કિંમતોમાં વધારો કર્યો છે. યુએસમાં ક્રૂડ રિઝર્વ અપેક્ષા કરતા વધુ ઘટ્યો છે.

આ વૈશ્વિક સંકેતોમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીની શુરૂઆત વધારા સાથે થઇ છે. દિગ્ગ્જ શૅરો સાથે મિડ અને સ્મૉલકેપ શેરોની ચાલ પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.17 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.23 ટકા પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે ઓઇલ-ગેસ શેરોમાં દબાણ છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.17 ટકાના નબળાઈ સાથે કારોબાર કરી રહ્યું છે.બેન્ક નિફટી ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો હતો અને નિફટી પણ ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યો છે

નિફ્ટીમાં આજે પીએસયુ બેન્ક સિવાયના તમામ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.31 ટકા, આઇટી ઇન્ડેક્સ 0.13 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 0.52 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 0.36 ટકા અને રીયલ્ટી ઇન્ડેક્સ 0.51 ટકાનો વધારો દેખાળી રહી છે. પ્રાઇવેટ બેન્કોમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટી 0.40 ટકા વધીને 32,540 ની ઉપર પહોંચી ગયો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 100 અંક એટલે કે 0.25 ટકાના ઘટાડાની સાથે 41675 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 26 અંક એટલે કે 0.22 ટકા વધારા સાથે 12275 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here