સેનિટાઇઝરની નિકાસ માટે પરવાનગી આપવા સરકાર સમક્ષ રજૂઆત

ઉત્તર પ્રદેશમાં હાલ દરરોજ હેન્ડ સેનિટાઈઝર ઉત્પાદન ક્ષમતા 300,000 લિટર સુધી પહોંચી ગઈ છે અને હવે સુગર મિલોએ આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરોની નિકાસ માટે પરવાનગી માંગી છે. કોરોના વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે સ્થાનિક બજારની ઉપલબ્ધતા જાળવવા કેન્દ્ર સરકારે 6 મેના રોજ આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જોકે વગર આલ્કોહોલ આધારિત સેનેટાઇઝરને નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે.

યુપીમાં હાલમાં 87 એકમો વ્યવસાયિક રૂપે હેન્ડ સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમાંથી 37 સ્ટેન્ડઅલોન સેનિટાઈઝર પ્લાન્ટ, 2 સુગર મિલો,1 ડિસ્ટિલરી અને 11 સ્વતંત્ર એકમો છે. કેટલાક ખાનગી ક્ષેત્રના સુગર ઉત્પાદકો, જેમણે વધારાના હેન્ડ સેનિટાઇઝર ઉત્પાદનની સ્થાપના કરી છે, તેઓએ બલ્ક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને નિકાસ પરમિટ માટે અરજી કરી છે, તેમ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં જણાવાયું છે.

અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં હેન્ડ સેનિટાઇઝર યુનિટ હવે વિદેશી ખરીદદારો પાસેથી પણ બિઝનેસ પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ નિકાસને ધ્યાનમાં લેતા પહેલા સરકાર સ્થાનિક બજારમાં પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here