પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં ખાંડની કિંમત વધુ

256

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ખાંડના ભાવ પેટ્રોલના ભાવને વટાવી ગયા છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં લેવાના સરકારના વચન છતાં, વિવિધ શહેરોમાં ખાંડ 150 રૂપિયા પ્રતિ કિલો (પાકિસ્તાની ચલણ) સુધી વેચાઈ રહી છે, જ્યારે પેટ્રોલ હાલમાં 138.30 રૂપિયા પ્રતિ લિટર (પાકિસ્તાની ચલણ) વેચાઈ રહ્યું છે.

જિયો ન્યૂઝમાં છપાયેલા સમાચાર મુજબ પેશાવરના જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયાનો વધારો થયો છે. શુગર ડીલર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ખાંડ 140 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે વેચાઈ રહી છે, જ્યારે છૂટક કિંમત 145 રૂપિયાથી વધીને 150 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દરમિયાન ગઈ કાલે લાહોરના જથ્થાબંધ બજારમાં ખાંડનો ભાવ 126 રૂપિયા પ્રતિ કિલો હતો.

કરાચીમાં, ખાંડની એક્સ-મિલ કિંમત હવે રૂ. 142 પ્રતિ કિલોની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે, જે એક દિવસ અગાઉ કરતાં રૂ. 12નો વધારો છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ ક્વેટામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ખાંડની કિંમત 124 રૂપિયાથી વધીને 129 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here