તાંઝાનિયાની બજારમાંથી ખાંડ ગાયબ

106

તાંઝાનિયન શહેર દાર એસ સલામના બજારોમાંથી ખાંડની અછત સર્જાણી છે. એક દિવસ અગાઉ,પ્રાદેશિક કમિશનર પોલ મકોંડાએ ખાંડના નિયત છૂટક કિંમત કરતા ઊંચા ભાવે ખાંડ વેચતા ખાંડના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. કમિશનરના આદેશ મુજબ અહીં વેપારીઓ પર દરોડા પાડવામાં આવતા જ બજારમાં ખાંડ ગાયબ થતાં ગ્રાહકોની મુશ્કેલીઓ વધી છે. લોકોને ચા અને કોફી પીવા માટે ખાંડ નથી મળી રહી.

સિટીઝન ઓનલાઇન દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર શહેરમાં ખાંડના દર દરોડા પહેલા 3500 તાંઝાનિયા શિલિંગથી 4000 તાંઝાનિયા શિલિંગની વચ્ચે હતા. પરંતુ આજે બજારમાં ખાંડ મળતી નથી.તમામ દુકાનદારોએ જણાવ્યું હતું કે ખાંડનો જથ્થો ખતમ થઈ ગયો છે.ઘણા દુકાનદારોને ઘણા અઠવાડિયાથી ખાંડ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here