કેન્દ્ર સરકારે તમામ મિલો અને ડિસ્ટિલરીઓને ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસ/ખાંડની ચાસણીનો ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો છે. જે બાદ ખાંડ ઉદ્યોગનું કહેવું છે કે આ નિર્ણયથી તેમના કામકાજ અને નાણાં પર અસર પડશે.
સરકારે, 7 ડિસેમ્બર, 2023ના રોજ જારી કરાયેલા એક નોટિફિકેશનમાં, તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઓને તાત્કાલિક અસરથી ESY 2023-24માં ઈથેનોલ માટે શેરડીના રસ/ખાંડની ચાસણીનો ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો હતો. OMCS દ્વારા B-હેવી મોલાસીસમાંથી મળેલી હાલની ઓફરોમાંથી ઇથેનોલની સપ્લાય ચાલુ રહેશે.
આ નિર્ણય બાદ ખાંડ ઉદ્યોગ પીએમઓને મળશે. એવા અહેવાલો હતા કે ખાંડ ઉદ્યોગ આજે જ બેઠક કરી શકે છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાંડ ઉદ્યોગ આવતીકાલે સાંજે 5 વાગ્યે ઇથેનોલ સપ્લાય પર પીએમઓ સાથે બેઠક કરશે.