ઈરાનમાં સુગર મિલના કામદારોની હડતાલ 48 દિવસ પછી પણ ચાલુ

ઈરાનમાં શુગર મિલના કામદારોના 48માં દિવસે પણ સરકાર સામે વિરોધ ચાલુ રહ્યો હતો. હફટ તપ્પહે શુગર મિલના કામદારો વેતનની બાકી રકમની માંગ અને મિલને ફરી શરુ કરવા માંગ સાથે છેલ્લા 48 દિવસથી હડતાલ પર છે. દક્ષિણ પશ્ચિમ ઇરાનના શુશમાં હફટ તપ્પહે શુગર મિલના કામદારોને લગભગ ત્રણ મહિનાની વેતન વિના 12 જૂને દરવાજા બતાવવામાં આવ્યા હતો. કામદારો સુધારેલા નિયમો અને શરતો માટે દબાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સુગર મિલના કામદારોનો મુદ્દો હવે દેશમાં ખૂબ ગંભીર મુદ્દો બની ગયો છે. હવે તેની ચર્ચા ઈરાની મીડિયામાં થઈ રહી છે અને કામદારો સરકાર પાસેથી રાજીનામાની માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here