બે દિવસમાં સુગર મિલોએ 137 કરોડ રૂપિયા ચૂકવી દીધા

ચમત્કાર વગર નમસ્કાર નહિ એ વાત અહીં સાચી પડી છે.અહીંયા ડીએમ દ્વારા કડક ચેતવણી બાદ ઉત્તર પ્રદેશની મિલોએ શેરડી પેટે નાણાં ચૂકવી દેવા માટેનો અનોખો દાખલો બેસાડ્યો છે.મુઝફ્ફરનગર જિલ્લાની સુગર મિલોએ માત્ર બે દિવસમાં રેકોર્ડ બ્રેક 137 કરોડ જેવી મોટી રકમ ચૂકવી દીધી છે.

સરકારે સુગર મિલોને 14 દિવસની અંદર ચુકવણી કરવા કડક સૂચના આપી છે. ત્યારે આ સંદર્ભે ગત દિવસે ડી.એમ. મિલના સંચાલકોને મળ્યા હતા અને ચેતવણી આપી હતી. જે બાદ સુગર મિલોએ બે દિવસમાં ખેડુતોને 137 કરોડ ચૂકવ્યા છે. ખાટૌલીએ 49.34 કરોડ, મન્સુરપુરને 16.70 કરોડ, ખાખેડીએ 19.50 કરોડ,મોરાનાએ 3.98 કરોડ, ટીતાવીને 15 કરોડ, રોહનાએ ત્રણ કરોડ, ટિકૌલાએ 19 કરોડ ચૂકવ્યા છે. જયારે ભૈસાણા માત્ર 85 લાખ ચૂકવવા સક્ષમ થયા છે.

જિલ્લાની સુગર મિલોનું 14 દિવસની ઉપરના 445 કરોડ ચૂકવવાના બાકી છે. તેમાંથી 205 કરોડ એકલા ભૈસાના મિલ પર બાકી છે.109 કરોડ ટિતાવી,37 કરોડ ખાટૌલી, 13 કરોડ મંસુરપુર, 42 કરોડ ખાઇખેડી,19 કરોડ રોહાના અને 26 કરોડ મુરેના પર બાકી છે. જિલ્લામાં એકમાત્ર ટિકુલા એકમાત્ર સુગર મિલ છે જે 14 દિવસના નિયમનું પાલન કરી રહી છે.ખાંડ મિલોમાં ખેડુતોએ અત્યાર સુધીમાં 16 અબજ 58 કરોડ શેરડીનો ઉમેરો કર્યો છે. સુગર મિલના ખેડુતોને 903 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here