યુપીમાં રેકોર્ડ બ્રેક 124 લાખ ટન ખાંડનું ઉત્પાદન

બે મહિના સુધી ચાલેલા લોકડાઉનથી લગભગ તમામ ઉદ્યોગને ભારે હણાઈ પહોંચી છે અને તમામ ક્ષેત્રે આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. પરંતુ તેમ છતાં ઉત્તર પ્રદેશ ખાંડ ઉદ્યોગે ખાંડનું રેકોર્ડ ઉત્પાદન કરી દીધું છે. 27 મી મે સુધી, રાજ્યની સુગર મિલોએ 124.92 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે 2017-18 સુગર સીઝનમાં સૌથી વધુ 120.45 લાખ ટન ઉત્પાદન હતું તેનાથી પણ વધી ગયું છે. ગયા વર્ષે આ જ તારીખે રાજ્યમાં 117.68 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર શેરડી વિભાગના મુખ્ય સચિવ સંજય ભૂસેરેડ્ડીએ જણાવ્યું હતું કે, રાજ્યની 119 સુગર મિલોમાંથી 94 કંપનીઓએપીલાણ કામગીરી બંધ કરી દીધી છે,જ્યારે 25 હજુ ચાલુ છે. ગયા વર્ષે આ જ દિવસે 119 મિલમાંથી 109 મિલો બંધ રહી હતી. તેમણે કહ્યું કે ખેડુતો અમારી પ્રાથમિકતા છે. તેથી શેરડી ખેતરોમાં ઉભી છે ત્યારે અમે મિલોને પિલાણ ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે ઉત્તર પ્રદેશમાં પિલાણની મોસમ લાંબી થઈ છે. મોટાભાગના ગોળ અને ખાંડસરી એકમો સમય પૂર્વે બંધ થઈ ગયા છે, શેરડીનો નોંધપાત્ર ભાગ ખાંડ મિલોને પિલાણ માટે મોકલવામાં આવ્યો છે. કોરોના સંકટની ખાંડ ઉદ્યોગ પર ઊંડી અસર પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here