મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 23 % ઘટવાની શક્યતા

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગયા વર્ષના વિક્રમી ખાંડના ઉત્પાદન બાદ હવે 2022-23માં ખાંડના ઉત્પાદનમાં 23%નો ઘટાડો થવાની ધારણા છે. શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે મહારાષ્ટ્રના ખાંડના ઉત્પાદનમાં 32 લાખ ટનનો ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યમાં ગયા વર્ષે 13.8 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જે તેના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. જોકે, 2022-23માં ઉત્પાદન ઘટીને 106 લાખ ટન થવાની ધારણા છે.

રાજ્યના શુગર કમિશનર શેખર ગાયકવાડે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે શેરડીના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો ન હોવા છતાં સતત વધારાના વરસાદને કારણે ઉપજને અસર થઈ છે. ઉપજ 107 ટન પ્રતિ હેક્ટરથી ઘટીને 80 ટન પ્રતિ હેક્ટર થઈ ગઈ છે. શેરડી માંથી ઇથેનોલમાં રૂપાંતર પણ રાજ્યમાં 12 લાખ ટનથી વધીને 17 લાખ ટન થયું છે. જ્યારે ટોચના ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે આંકડા રાષ્ટ્રીય સ્તરે પણ ઘટવાના છે. ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિએશને વરસાદને કારણે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here