15 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન 169.85 લાખ ટન: ISMA

246

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઇસ્મા)ના જણાવ્યા અનુસાર 15 મી ફેબ્રુઆરી 2020 સુધીમાં,મિલો દ્વારા 169.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષના સમાન તારીખે ઉત્પાદિત 219.66 લાખ ટનથી ઘણું ઓછું છે. 2019-20ના સીઝન દરમિયાન 449 સુગર મિલો દ્વારા શેરડીનું પિલાણ શરુ કરવામાં આવ્યું હતું જેમાંથી 23 સુગર મિલોએ શેરડીની પ્રાપ્યતા ન થતાં ક્રશિંગ કામગીરી બંધ કરી દીધી છે. ગયા વર્ષે 521 સુગર મિલોએ કામ કર્યું હતું, જેમાંથી 19 સુગર મિલો દ્વારા ગત વર્ષેની સમાન તારીખે પિલાણ કરવાનું બંધ કરી દીધું હતું.

મહારાષ્ટ્રમાં, 15 મી ફેબ્રુઆરી 2020 સુધી ખાંડનું ઉત્પાદન 43.38 લાખ ટન હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 82.98 લાખ ટન હતું. આ સીઝનમાં સંચાલિત 143 મિલોમાંથી આઠ સુગર મિલોએ તેનું પિલાણ બંધ કર્યું છે. ગયા વર્ષે 193 મિલોએ સંચાલન કર્યું હતું એટલે કે મહારાષ્ટ્રમાં શેરડી ઓછી હોવાને કારણે 50 સુગર મિલો બંધ રહી હતી.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 119 મિલો દ્વારા 66.34 લાખ ટન ખાંડનું છે જે ગે વર્ષના સમાન સમય ગાળામાં 63.93 લાખ ટન હતું

કર્ણાટક રાજ્યમાં, 15 ફેબ્રુઆરી 2020 સુધીમાં, 63 ખાંડ મિલોએ કામગીરી શરૂ કરી હતી અને તેઓએ 30.60લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 66 સુગર મિલો દ્વારા 34.98 લાખ ટનનું ઉત્પાદન થયું હતું15 ફેબ્રુઆરી સુધીમાં કર્ણાટકની 13 મિલોએ પીલાણની કામગીરી બંધ કરી દીધી છે.

તમિલનાડુના કિસ્સામાં અત્યાર સુધીમાં 21 સુગર મિલોએ પિલાણની કામગીરી શરૂ કરી હતી અને 2.60 લાખ ટન ખાંડ ઉત્પાદિત કરી છે જે ગત વર્ષે સમાન ગાળામાં 3.85 લાખ ટન હતી.

ગુજરાતમાં 15 ફેબ્રુઆરી 2020 સુધીમાં 15 સુગર મિલો દ્વારા 5.95 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, .ગયા વર્ષે, 16 સુગર મિલો કાર્યરત હતી અને 15 મી ફેબ્રુઆરી 2020 સુધીમાં તેઓએ 7.78 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સુગર મિલોએ 15મી ફેબ્રુઆરી સુધીમાં 3.06 લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગયા સીઝનના સમાન તારીખે 25 મિલો દ્વારા 4..50 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. આ સીઝનમાં ચાલતી 18 સુગર મિલોમાંથી બેએ 15 મી ફેબ્રુઆરીના રોજ તેમની પિલાણ કામગીરી પૂરી કરી છે.

બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ અને છત્તીસગમાં, 15 મી ફેબ્રુઆરી 2020 સુધી ખાંડનું ઉત્પાદન અનુક્રમે 5.08 લાખ ટન, 2.41 લાખ ટન, 3.72 લાખ ટન, 3.51 લાખ ટન અને 2.76 લાખ ટનના ક્રમમાં ઉત્પાદન રહ્યું છે.

બજારના અહેવાલો મુજબ, ભારતમાંથી લગભગ 16 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે અને નિકાસ માટે આશરે 32 લાખ ટન કરાર પર હસ્તાક્ષર થયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, કેટલીક સુગર મિલો તેમના ફાળવેલ નિકાસ ક્વોટાની સામે ખાંડની નિકાસ કરવાની યોજના કરી રહી નથી. તેમાંથી કેટલાક લોકોએ એમ.એ.ક્યુ.નો એક ભાગ ભારત સરકારને સોંપ્યો છે. સરકારના નિર્ણય મુજબ, જાન્યુઆરી 2020 ના અંત સુધીમાં એમએલક્યુના 25% માટે કરાર ન કરનારા મિલોના 20% નિકાસ ક્વોટા, પાછા ખેંચી લેવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય વેપારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વૈશ્વિક બજારમાં વર્ષ 2019-20 માં 8 થી 9 મિલિયન ટનની અંદાજિત ખાધ છે અને થાઇલેન્ડની નિકાસ 3-4. મિલીયન ઓછી થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here