ચીનમાં ખાંડના એક્સપોર્ટના સમાચારને કારણે ખાંડની કંપનીઓના શેરમાં તેજી

607

ભારત સરકારના પ્રયાસોથી હવે આવતા વર્ષની શરૂઆતથી જ ભારત હવે બાસમતી ચોખા બાદ કાચી ખંડણી નિકાસ ચીનમાં કરવા જય રહ્યાના સંચારના પગલે આજે ભારતીય શેર બજાર નિફટી અને સેન્સેક્સ નબળા ખુલ્યા હોવા છતાં ખાંડની કંપનીઓના શેરમાં ભારે તેજી જોવા મળી હતી અને લગભગ કંપનીના શેરના ભાવમાં 4 થી 5 % નો વધારો જોવા મળ્યો હતો.
બલરામપુર ચીની મિલ્સ લિમિટેડ જે 105 પર બંધ આવ્યો હતો તે આજે 110.80 સુધી પહોંચ્યો હતો.જયારે અવધ સુગર એન્ડ એનર્જી લિમિટેડ 417 પર બંધ આવ્યો હતો તે આજે વધીને 435 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
સાથોસાથ રેણુકા સુગરમાં પણ શરૂઆતી ટ્રેડિંગમાં લેવાલી જોવામાં મળી હતી દામિલ્ય સુગર અને ધરમપુર સુગર ઉપરાંત અન્ય સુગર કંપનીઓમાં પણ શરૂઆતના દોરમાં તેજી જોવા મળી હતી

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here