દેહરાસ (સુલતાનપુર): ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં ખેડૂતો પોતાના પાકને કાળઝાળ ગરમીથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નહેરો સુકાઈ જવાને કારણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નથી. ધોમધખતા તડકાને કારણે લોકોનો પરસેવો છૂટી રહ્યો છે એટલું જ નહીં તેની ખરાબ અસર પાક પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને શેરડીનો પાક તડકામાં સુકાવા લાગ્યો છે અને ખેડૂતો પાકને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ઉનાળાની ઋતુમાં કેનાલો સુકાઈ ગઈ છે. ખેડૂતો પાકને બચાવવા સિંચાઈ કરી રહ્યા છે, પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાઈ રહી નથી. સિંચાઈ માટે ડીઝલના વધુ ખર્ચને કારણે ખેડૂતોને પણ નુકશાની વેઠવી પડી રહી છે.