શેરડીના પાકમાં ટોપ બોરર અને પોકા બોઇંગ બીમારીના લક્ષણો જોવા મળ્યા

89

બિજનૌર: બિજનૌર વિસ્તારના અનેક ગામડામાં લો વોલ્ટેજ ને કારણે વીજળી પૂરી મળતી નથી. પાકને જરૂરી પાણી મળતું નથી અને વરસાદ પણ પડતો નથી આવી પરિસ્થિતિમાં શેરડીના પાકમાં ટોપ બોરર અને પોકા બોઇંગ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. ખેડૂત બબલુ,નીરજ અને ચરણસિંઘનું કહેવું છે કે વરસાદ પડતાની સાથે જ આ રોગ નષ્ટ થઇ જશે.પરંતુ વરસાદ આવવામાં વિલંબ થશે તો પાકને મોટી અસર કરશે.

મંડાવાલી વિસ્તારના 80 % ખેડૂતોએ અઘેટી વેરાયટીની શેરડીની ખેતીનું વાવેતર કર્યું છે. આ વેરાયટીમાં સૌથી વધુ રોગના લક્ષણો શેરડીના પાકમાં જોવા મળતા હોય છે. જોકે ખેડૂત રવિન્દ્ર સિંહ અને ઓમકાર સિંહ માને છે કે આ વેરાઈટી સૌથી લાભદાયી પણ છે.

ખેડૂત સુનિલ ત્યાગી અને નરેન્દ્ર સિંહ કહે છે જે છોડમાં ટોપ બોરર અને પોકા બોઇંગ બીમારી આવી જાય છે તે છોડ સુકાવા લાગે છે. ખેડૂતોએ પાક બચાવવા માટે અને કુવામાં પાણી લઇ શકાય તે માટે અધિકારી અને વિભાગોને પુરા વોલ્ટેજ સાથે વીજળી આપવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here