મહારાષ્ટ્રમાં શેરડીના પિલાણ કામગીરીમાં થઇ શકે છે વિલંબ

મહારાષ્ટ્રના કોલ્હાપુર ક્ષેત્રમાં 100 થી વધુ સુગર મિલોમાં શેરડીના પિલાણની કામગીરી રાજકીય સંગઠન, સ્વાભિમાની શેતકરી સંથાનાના ખેડુતોના આકરા વિરોધને કારણે મોડી પડી શકે છે.

ગયા અઠવાડિયે નબળી ગુણવત્તાવાળા શેરડીનો ઉપયોગ કરીને પિલાણની કામગીરી શરૂ કરનારી એક મીલનો ભારે વિરોધ બાદ બંધ કરી દેવામાં આવી હતી.

સ્વાભિમાની શેતકરી સંથાનાના અધ્યક્ષ રાજુ શેટ્ટીની આગેવાની હેઠળ સુગર મિલો પાસેથી ટન દીઠ વધારે વળતરની માંગ કરવામાં આવી છે.. જુલાઈમાં કેન્દ્ર દ્વારા નિર્ધારિત ટન દીઠ રૂ. 2,750 થયો છે તેના પર બોનસ અને ભાવ વધારાની માંગ પણ કરવામાં આવી છે.

23 નવેમ્બરના રોજ શેરડીના ખેડૂતોની વાર્ષિક ખેડૂત પરિષદ મળી રહી છે તેમાં કૈક નવાજુની થવાના એંધાણ મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના સુગર કમિશનર, શેખર ગાયકવાડે એક ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સુગર મિલોની પિલાણ કામગીરી 25 નવેમ્બર સુધીમાં શરૂ થવાની ધારણા છે. રાજ્ય સરકારે એક અભિપ્રાય લીધેલ છે કે, એફઆરપી ઉપર અને ખેડુતોને ભાવ વધારો અને બોનસ પણ પ્રાપ્ત થવું જોઇએ. અને પાછલા વર્ષોની વિલંબિત ચુકવણી પર વ્યાજ પણ મળવું જોઈએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here