હાઇકોર્ટના આદેશ બાદ પણ શેરડીના  ખેડૂતોને રકમ ચૂકવાતી નથી

668

લખનૌ: શેરડી ક્રશિંગ  માટે આપ્યા બાદ ખેડૂતોને મિલ ધારકો તરફથી હજુ પણ નાણાં  ન મળતા  ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હજારો  ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે.રાષ્ટ્રીય કિશાન મજદૂર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ  વી એમ શિંહ જણવ્યું હતું કે જયારે પણ ખેડૂતો વિરોધ કરવા આવે છે ત્યારે મંત્રી દિલ્હી જતા રહે છે.આજે લખનૌમાં શેરડીના ખેડૂતો આવી રહ્યા હતા તો શેરડી વિભાગના મંત્રી નવી દિલ્હી જતા રહ્યા છે અને હવે કોઈ અધિકારી આવીને વાત સાંભળશે.

અધ્યક્ષે જણાવ્યું હતું કે આ સમયમાં જાનવરોનો ત્રાસ પણ બહુ છે.એક બાજુ ખેડૂતોને પોતાના પાકની કિમંત મળતી નથી અને બીજી તરફ પોતાના ઉભા પાકને જાનવરોથી બચાવા  માટે ખેડૂતો રક્ષકની ભૂમિકામાં આવી ગયા છે.આ માટેનો ઉપાય કાન્જી હાઉસ નથી અને કેટલા કાન્જી હાઉસ બનાવશો તેમ અધ્યક્ષે જણવ્યું હતું.

ઉત્તર પદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સત્તા સાંભળતા જ કહ્યું હતું કે પ્રદેશના શેરડીના ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ કોઈપણ કિમંતે 14 દિવસમાં જ ચૂકવી દેવામાં આવશે  પરંતુ વચનો અસરદાર હોતા નથી તે ફરી એક વખત પુરવાર થયું . અને માત્ર આંકડાની વાત કરીયે તો ખાંડ મિલ માલિકોએ હજુ પણ ખેડૂતોને 6,830 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.મુજફરનગરના  પિનના  ગામથી આવેલા ખેડૂત સુમિત મલિક તો કહે છે કે મિલ ધારકો તરફથી ઇતિહાસમાં ક્યારેક યોગ્ય સમય પર પૈસા ચુકવામાં આવ્યા જ નથી.કોઈ દુકાનદાર પાસેથી આપ ખરડીવા જાવ છો તો તમારે રોકડા પૈસા ચૂકવા પડે છે પણ  અહીં તો ખેડૂતોએ મહેનતથી ઉગાડેલો પાક ઉધારમાં જાય છે.સરકાર તો કહી દે છે કે ખેડૂતોની આવક બમણી કરીશું પણ જો આવી જ રીતે ખેડૂતોને પોતાના પાકના પૈસા પણ ન મળતા  હોઈ તો કેવી રીતે ખેડૂતો પોતાની આવક બમણી કરી શકશે.

શેરડીના ખેડૂતોની માંગ રહી છે કે એમનું જે બાકી રકમ  નીકળે છે તે રકમ જલ્દી ચૂકવી દે પણ મોટ્ટા ભાગની ખાંડ મિલો તે રકમ ચૂકવી શક્તિ નથી અથવા ચૂકવટી નથી. શેરડી નિયંત્રણ અધિનિયમ 166 અનુસાર  શેરડીના પીલાણ બાદ 14 દિવસમાં એફઆરપી ની ચુકવણી કરાવી અનિવાર્ય છે.

વીએમ સિંહે આગળ જણાવ્યું હતું કે અમે એવી આશા રાખીયે છીએ કે દરેક જિલ્લા ગ્રામ પંચાયતથી કમસેકમ એક  શેરડીના ખેડૂત વિરોધ કરવા માટે આગળ આવે.હાઇકોર્ટના  આદેશ બાદ પણ શેરડીના ખેડૂતોને પૈસા ચુકવામાં આવતા નથી  અને મિલો અસમર્થ રહી છે.બીજનોરના કરણપુર ગામમાંથી આવેલા કરન સિંઘે જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ મેં પાંચ એકરમાં શેરડીનું વાવેતર કર્યું હતું પણ ગયા વર્ષના પૈસા મળ્યા ન હતા અને આ વર્ષે પણ પૈસા સમયસર મળ્યા નથી.

Download Our ChiniMandi News App :  http://bit.ly/ChiniMandiApp

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here