મિલ માલિકની ખાતરી બાદ નારાયણગઢ ખાંડ મિલ સામેના ખેડૂતના ધરણા  સમાપ્ત

487

કિસાન  સંઘર્ષ સમિતિના બૅનર હેઠળ હજારો ખેડૂતોએ નરાયણગઢ ખાંડ મિલ દ્વારા બાકીની ચૂકવણીમાં વિલંબને કારણે મહાપંચાયત રાખ્યું હતું. ખેડૂતો દ્વારા મિલની બહાર ધરણા  અને વિરોશ પ્રદર્શન પણ યોજ્યું હતું

ભારતીય કિશન યુનિયનના વડા ગુરનામસિંહ ચારુનીએ જણાવ્યું હતું કે મિલ દ્વારા હજુ સુધી 100 કરોડ રૂપિયા ચૂકવવાનું બાકી છે. ચંદીગઢમાં 3 જાન્યુઆરીના રોજ યોજાયેલી મિટિંગ  મુજબ, મિલને આજે રૂ. 21 કરોડ ચૂકવવાના  હતા, પરંતુ મિલ દ્વારા માત્ર રૂ. 4.50 કરોડ ચૂકવાય હતા .ખેડૂતોને સંબોધતા, ભારતીય કિશન યુનિયનના વડાએ જણાવ્યું હતું કે તમામ રાજકીય પક્ષોને છ પોઇન્ટની માગણી ચાર્ટર મોકલવામાં આવી છે અને જે પણ રાજકીય સંગઠન તેમની માંગ પૂરી કરવા સંમત છે, બીકેયુ આગામી ચૂંટણીમાં તેનો ટેકો આપશે.

જોકે મિલ માલિકે ખાતરી આપીને ખેડૂતોના ધરણા  પુરા કરાવ્યા હતા અને આ મિલે બુધવારે રૂ. 1.28 કરોડ અને બીજા રૂ. 1 કરોડનું ટ્રાન્સફર કર્યું હતું. મિલ માલિકે બાકી રહેલી રકમ ખેડૂતોને દરરોજ રૂપિયા 1.5 કરોડ ચૂકવવાનો વિશ્વાસ કર્યો છે. મિલ માલિક વીજળી વેચીને વધારાના ચુકવણી કરશે.

મિલ માલિક રાહુલ આનંદે દાવો કર્યો હતો કે એક બેંકને ભંડોળ પૂરું પાડવાનું હતું પણ તેમને  હજુ પૂરું પાડ્યું નથી  અને તેમાં વિલંબ થયો હતો.બીજી બાજુ  વીજળી ખાતાએ હજુ સુધી મિલને રૂ .8 કરોડ ચૂકવવાના છે તે હજુ ચૂકવ્યા નથી.

ભારતીય કિશન યુનિયનના પ્રવક્તા  રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, “એવું નક્કી કરવામાં આવ્યું છે કે બીજી મહાપંચાયત 14 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. જો મિલ તેની ખાતરી મુજબ ચુકવણી ચાલુ રાખશે, તો અમે તેનું સ્વાગત કરીશું. પરંતુ જો ચુકવણી કરવામાં ન આવી હોય, તો અમને કડક પગલા લેવાની ફરજ પડશે. ”

Download ChiniMandi News App: http://bit.ly/ChiniMandiApp

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here