ફરીદાબાદ: વિવિધ માંગણીઓ ન સંતોષાતા ખેડૂતોએ શરુ કરી ભૂખ હડતાલ

ફરીદાબાદ:શેરડીના ખેડૂતોના એક લઈને નારાજગી જોવા મળી રહી છે ત્યારે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે.સહકારી સુગર મિલ કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ શેરડીના ખેડુતોએ મંગળવારે પલવલ ખાતે આવેલી સુગર મિલમાં ભૂખ હડતાલ શરૂ કરવાણી ફરજ પડી હતી .પ્રથમ દિવસે ભૂખ હડતાલ પર બેઠેલા ચાર ખેડુતોએ જણાવ્યું હતું કે માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે.આ હડતાળને ટેકો અને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ખેડુતો સ્થળ પર હાજર રહ્યા હતા.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય સચિવ રતનસિંહ સૈરુતે જણાવ્યું હતું કે હડતાલ કરવી ન હતી અને એટલા માટે જ સોમવારે શેરડીના ખેડુતોએ ડીસીને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ મચક ન મળતા ખેડૂતો રાજ્ય સરકાર,સહકારી મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, ડીસીને આવેદનપત્ર આપ્યા બાદ ખેડુતો નાખુશ હતા અને બેઠક યોજીને ભૂખ હડતાલ પર જવાનું નક્કી કર્યું હતું.

શેરડીના ખેડુતોની મુખ્ય માંગ એ છે કે તેમનીપાસેથી 30 હજાર ક્વિન્ટલ શેરડીની દૈનિક ખરીદી કરવામાં આવે, શેરડીની 50 ટકા ચુકવણી આગોતરા ખેડૂતોને આપવામાં આવે અને ખાંડ મિલમાં ક્ષમતા વધારવાના નામે કરોડોના કૌભાંડની તપાસ કરી દોષિત અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કેસ દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.ખેડુતોની આ તમામ માંગણીઓમાંથી સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર એક માંગ પણ પૂરી કરી નથી. પ્થમ દિવસે ખેડૂત હોશિયારસિંહ, ધનરાજસિંહ, સમુદ્રસિંહ અને સુગર મિલના ડાયરેક્ટર ભૂખ હડતાલ પર બેઠા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here