ખેડૂતોને નાણાં ન મળતા પંજાબની મિલને ઘેરાવ કરતા શેરડીના ખેડૂતો

ખેડૂતોને હજુ પણ શેરડીના નાણાં મળી શકતા નથી ત્યારે એક વધુ ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે.69 કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવવામાં નહીં આવતા શેરડીના ઉત્પાદકોએ પંજાબની ફગવાડામાં એક સુગર મિલનો ઘેરાવ કર્યો હતો. યુનિયન દોબાના પ્રમુખ મનજીતસિંહ રાયની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ મિલ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ આંદોલન ચાર કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યું હતું. વિરોધ સ્થળ પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની પણ ફરજ પડી હતી. જોકે વિરોધ કરનારા લોકોનું લાઉડસ્પીકરનો વાયર કોઈએ બ્રેક કરી દેતા પોલીસની સાથે ઘર્ષણ પણ થયું હતું. ફાગવાડા એસડીએમ ગુરવિંદર સિંહ જોહલની દખલ પછી વિરોધીઓનો આક્રોશ ઠંડો પડ્યો હતો એસડીએમએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશનર દિપ્તી ઉપ્પલ અને કપૂરથલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક, સતિન્દર સિંઘ આગામી થોડા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને મળીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓને નિયમિત રૂપે ચૂકવણી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here