ઉત્તર પ્રદેશમાં શેરડી ઉદ્યોગ પુંન:જીવિત થયો: સીએમ યોગી આદિત્યનાથ

69

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકભવન ખાતે પોતાની સરકારના 4.5 વર્ષ પૂર્ણ કરતા કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોને સમયસર ચૂકવણી અને બંધ મિલો ફરી શરૂ કરીને ઉત્તર પ્રદેશમાં શેરડી ઉદ્યોગને પુનર્જીવિત કર્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, 2017 પહેલા ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને 2007 થી 2017 વચ્ચે મિલો બંધ થઈ ગઈ હતી. સીએમ યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે અમારી સરકારે તમામ બંધ ખાંડ મિલોને પુનર્જીવિત કરી છે અને નવી સ્થાપના કરી છે.

તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યના શેરડીના ખેડૂતોના 84.29 ટકાથી વધુના બાકીના બિલની ચૂકવણી કરી છે અને છેલ્લા 50 વર્ષમાં આ એક જ સીઝનમાં સૌથી વધુ અને સૌથી ઝડપી ચુકવણી છે. સુગર મિલોએ રૂ.33,025 કરોડની કિંમતની 1,028 લાખ ટન શેરડી ખરીદી છે, જેમાંથી રૂ. 27,837.52 કરોડની બાકી ચૂકવણી કરવામાં આવી છે. 2017-2021ની વચ્ચે રાજ્યના 45.22 લાખથી વધુ શેરડીના ખેડૂતોને 1,42,889 કરોડ રૂપિયાથી વધુની શેરડીનો ભાવ ચૂકવવામાં આવ્યો છે, જે સરકારનો ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here