શેરડી મિનિસ્ટર સુરેશ રાણાએ સામાજિક અંતર રાખવાના શપથ અપાવ્યા

ઉત્તર પ્રદેશના શેરડી મિનિસ્ટર સુરેશ રાણાએ હવે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.યુપીના આ કેબીનેટ મિનિસ્ટરે નગર પંચાયતના ત્રણ નોમિનેટેડ સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં કોરોનાવાઇરસ ના ખતરા સામે જાગૃતતો કર્યા પણ સાથોસાથ અનલોક 1 અને લોકડાઉનના નિયમોના પાલન માટેના શપથ પણ લેવડાવ્યા.

ગુરુવારે નગર પંચાયતના સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં શેરડી મિનિસ્ટર સુરેશ રાણાએ જણાવ્યું કે દેશમાં મોદી અને યુપીમાં યોગી જેવો સમય હવે ભાગ્યેજ આવશે.

નગર પંચાયતમાં યુપી સરકાર દ્વારા ત્રણેય સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા હતા જેમને પોતાના પદ અને ગુપ્તતાના શપથ કાર્યક્રમ થાનાભાવન નગર પંચાયત ટાઉનહોલ માં રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં એસડીએમ મણિ અરોરાએ ત્રણેય નોમિનેટ કરાયેલા ત્રણ સભ્યો અનિતા સૈની ,પ્રેમચંદ અને વિશાલ ગોયલને પોતાના પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

આ કાર્યક્રમમાં હાજરી આપવા શેરડી મિનિસ્ટર સુરેશ રાણા પણ પહોંચ્યા હતા,ત્રણેય સભ્યોને શુભકામના આપવાની સાથે સાથે તેમણે સરકારની તમામ યોજનાને યોગ્ય રીતે અને ઝડપી કાર્યશીલ બનાવાની વાત પણ કહી હતી.

સુરેશ રાણાએ સામાજિક અંતર માટે પણ લોકોને જાગૃત કરીને જણાવ્યું હતું કે કોરોનાથી લોકોને બચાવા માટે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે.સાથે સાથે લોકોની પણ જવાબદારી બને છે કે લોકડાઉન અને સામાજિક અંતરના નિયમોનું યોગ્ય પાલન જનતા પણ કરે.મંત્રીએસામાજિક અંતર અને લોકડાઉનના નિયમો અંગે શપથ પણ અપાવ્યા.

કાર્યક્રમમાં સાથે સાથે લીલા અને સૂકા કચરાના કુંડા અલગ રાખવા માટેની પાંચ ગાડીઓને પણ લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here