કેન્યા દ્વારા ખાંડ અને શેરડીની આયાત પર પ્રતિબંધ યુગાન્ડાના વેપારીઓ અને શેરડીના ખેડૂતો છે પરેશાન

યુગાન્ડાના વેપારીઓ અને શેરડીના ખેડૂતોનું માનવું છે કે કેન્યા દ્વારા ખાંડ અને શેરડીની આયાત પર પ્રતિબંધ મુકવાથી તેઓને તેમના બિઝનેસમાં નુકશાની વેઠવી પડી રહી છે. કેન્યાના કૃષિ મંત્રાલયના સચિન પીટર મુનયાએ ગયા મહિને શેરડી અને ખાંડની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો.

નેશનલ ક્રોસ બોર્ડર ચેરપર્સન ગોડફ્રે ઓનડો યોગવેબે આ નુકસાનને બહુ મોટું અને અચાનક બતાવ્યું છે. યુગાન્ડા દ્વારા કાચા માલ પર પ્રતિબંધ લાગવાથી કેન્યાના શેરડી ખેડૂતો અને વ્યાપારીઓને ભારે અસર પહોંચી છે. હવે શેરડીની અછતથી પણ પરેશાન બની રહ્યા છે. બુસીયા શુગર ફેક્ટરી કે જે કેન્યાથી સૌથી વધુ આયાતકાર ફેક્ટરી રહી છે તેઓએ ઉત્પાદન જ ઓછું કરી નાંખ્યું છે જેથી 200 શ્રમિકોની નોકરી જવાની ભીતિ છે. આયાતના પ્રતિબંધને કારણે ટ્રાન્સપોર્ટરો,ખેડૂતો આયાતકારો અને ઓફ લોડરોને પણ નુકશાન અને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

યુગાન્ડામાં 30 એકર જગ્યામાં શેરડીનું વાવેતર કરનાર એલિઝાબેથ મુયોકા નામના નાગરિકે જણાવ્યું હતું કે યુગાન્ડાના પ્રતિબંધને કારણે તેમની શેરડીની કાપણી અને તેને વેંચવી મુશ્કેલ બની ગઈ છે. જોકે પૂર્વીય આફ્રિકન સમુદાયના રાજ્ય મંત્રી જુલિયન માંગડાએ જણાવ્યું હતું કે સરકારે દક્ષિણ સુદાનમાં રહેલા વેપારીઓને નાણાકીય રાહત આપી હતી. હવે શેરડીના ડીલરોને પણ સહાય કરવાનું વિચારી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here