ઉત્તરપ્રદેશ માં ઠાકુરદારા જિલ્લાના અનેક ગામોમાં શેરડીના ખેતરોમાં પાણી ઘુસી જતા પારાવાર નુકશાન

611

ચીની મંડી, ઉત્તરપ્રદેશ :

ઠાકુરદારા જિલ્લાના કેટલાક ગામોમાં રામગંગાના પાણી ખેતરોમાં ફરી વળતા શેરડીના ઉભા પાકને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળે છે,અહીં હઝારો વીઘા જમીનમાં શેરડીના પાકને પારાવાર નુકશાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે

શેરડીના ખેડૂતોના કહેવા અનુસાર પુરનું પાણી શેરડીના ઉભા પાકમાં તો ઘુસી જ ગયું હતું પરંતુ સાથોસાથ ખેતરોમાં રેતી ઘુસી આવી છે.

ઠાકુરદારા જિલ્લાનાના બલિયા,લાલપુર,માલકપુર,સેમલી,રાયપુર,મીરપુર,મોહન,બહાંપુર સિંહાલી ખદાર,ખડકપુર,મૈંદા જેવા કેટલાક ગામોની હાલત વધુ કફોડી બની છે અને શેરડીના પાકને સૌથી વધુ નુકશાન પણ આ જ ગામમાં થયું હોવાનું પણ જાણવા મળે છે.સાથોસાથ અહીંના રસ્તા પણ સૌ ધોવાઈ ગયા છે.  રોડ કનેક્ટિવિટી માટે જજિલ્લા વહીવટ તંત્ર દવતા મોટર બોટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

મીરપુર ગામના ખેડૂત ચરણ સિંઘના કહેવા મુજબ પેહેલા અમે દુષ્કાળનો સામનો કર્યો હતો અને હવે પૂર્ણ કારણે અમારા શેરડીના પાકને પારાવાર નુકશાન પહોંચ્યું છે.અમારા માટે શેરડીનો પાક જ એકમાત્ર આશરો હોઈ છે અને હવે અમે સરકારી મદદ પર આધારિત થઇ ગયા છીએ.દુલારી ગામના ખેડૂત હરિરામે જણાવ્યું હતું કે અમારા કાચા મકાન પણ પડી ગયા છે અને અમારે અત્યારે અહીંની સ્કૂલ બિલ્ડિંગમાં આશરો લેવો પડ્યો છે.

દરમિયાન  જિલ્લા કલેક્ટર રાકેશ કુમાર સિંઘે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને વળતર આપવાની ખાતરી આપી હતી.

 

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here