તમિલનાડુ: નવી ઇથેનોલ સંમિશ્રણ નીતિ હેઠળ 5 હજાર કરોડનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક

ચેન્નઈ: સમયની માંગ મુજબ હવે દરેક રાજ્યો ઈથનોલ નીતિને અનુસરીને નવા રોકાણ લાવવા માટે પ્રયત્નશીલ બની છે. ઇથેનોલ ઉત્પાદનને વેગ આપવા માટે, રાજ્ય સરકારે મોલાસીસ અથવા અનાજ આધારિત ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં રૂ. 5,000 કરોડનું રોકાણ આકર્ષવા માટે નવી તમિલનાડુ ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસી બહાર પાડી છે. આ પોલિસી 5 વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે, તેનો હેતુ રાજ્યને આત્મનિર્ભર બનવામાં મદદ કરવાનો છે.

રાજ્ય સરકાર 130 કરોડ લિટરની અંદાજિત ઇથેનોલ મિશ્રણની જરૂરિયાતને પહોંચી વળવા માટે કામ કરી રહી છે. નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં રાજ્યની પેટ્રોલની જરૂરિયાત વધીને 474 કરોડ લિટર થવાનો અંદાજ છે. રાજ્ય સરકાર ખાંડ ઉદ્યોગને પુનર્જીવિત કરીને ઇથેનોલ મિશ્રણની તકો વિસ્તરીને ખેડૂતોની આવક વધારવા માંગે છે. હાલમાં, રાજ્યમાં મુખ્યત્વે શેરડી (મોલાસીસ આધારિત)માંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.

નવી નીતિ હેઠળ, રાજ્ય ફીડસ્ટોક તરીકે મકાઈ, જુવાર જેવા ઓછા પાણીનો વપરાશ કરતા અને બહુમુખી પાકોનો ઉપયોગ કરશે. ખેડૂતોને આ ફીડસ્ટોકનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનાથી તેમની આવકમાં પણ વધારો થશે. ઉપરાંત, તે ઇથેનોલ ઉત્પાદન માટે નુકસાન થયેલા ચોખાનો ઉપયોગ કરવા માટે યોગ્ય માર્ગદર્શિકા સાથે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here