સીતામઢી: બિહારમાં સીતામઢીની પ્રખ્યાત રીગા શુગર મિલની હરાજી સંબંધિત ટેન્ડર પ્રક્રિયા 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. બંધ શુગર મિલને પુન: શરૂ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. જેને લઇ ખેડૂત પણ ખુશ છે.
નવા ખરીદનાર અને મિલ માલિક કોણ હશે તે 4 સપ્ટેમ્બરે જાહેર થશે. પ્રથમ ટેન્ડરની તારીખ 28 ઓગસ્ટ હતી, પરંતુ માત્ર એક જ ટેન્ડરની હાજરીને કારણે બીજી તારીખ લંબાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અન્ય મંત્રીઓને બંધ રીગા શુગર મિલને ફરીથી શરૂ કરવાની વિનંતી કરવામાં આવી હતી. અને હવે ફરી એકવાર રીગા શુગર મિલ, જેના પર હજારો ખેડૂતોનું ભાવિ નિર્ભર છે, તેને પુન: શરૂ કરવાની કવાયત તેજ થઈ ગઈ છે.
મિલ બંધ થવાથી હજારો ખેડૂતો નિરાશ થયા હતા. પરંતુ હવે તેમને આશા છે કે હરાજી બાદ શુગર મિલ કાર્યરત થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.