થાઈલેન્ડ પોતાની 50 % ખાંડની નિકાસ આગામી 5 વર્ષ દરમિયાન ઓછી કરશે 

એક બાજુ ભારત સરકાર ખાંડના સરપ્લસ સ્ટોકને ઓછો કરવા માટે ખાંડની નિકાસ કરવાના પગલાં લઇ રહી છે ત્યારે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ખાંડના નિકાસકાર દેશ થાઈલેન્ડ આગામી 5 વર્ષ દરમિયાન ખાંડની નિકાસમાં 50% નો કાપ મુકવાની યોજના ઘડી રહી છે.

ખાંડના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી રહ્યા છે અને વિશ્વ બજારમાં ખાંડની જે હાલ માર્કેટ ચાલી રહી છે તેનાથી વાકેફ થાઈલેન્ડ ની સરકાર હવે ખાંડની નિકાસ ઓછી કરીને ખાંડના જથ્થાની નિકાસ અર્ધી કરવી નાંખવા માટે આગળ વધી રહ્યું છે.થાઈલેન્ડ હવે ખાંડ એક્સપોર્ટ કરવાને બદલે તે જ ખાંડનો ઉપયોગ કેમિકલ ફીડ સ્ટોક તરીકે કરવા માંગે છે.હાલ થાઈલેન્ડમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઘણી વધી રહી છે ત્યારે ખાંડનો ઉપયોગ કેમિકલ તરીકે કરવાની યોજના સરકાર દ્વારા બની રહી છે.

થાઈલેન્ડની સરકાર હવે બાયોકેમિકલ પલન્ટને વધુ બુસ્ટ કરી રહી છે અને તેના ભાગ રૂપે 1 મિલિયન ટન   ખાંડની જરૂર આ ઇન્ડસ્ટ્રીને પડવાની છે.થાઈલેન્ડ દેશને પોતાના વપરાશ માટે સામાન્ય રીતે 2.5 મિલિયન ટન  ખાંડની આવશ્યકતા છે પરંતુ હવે તેમાં 1 મિલિયન ટન  ખંડણી જરૂર બાયોકેમિકલ પ્લાન્ટમાં પડશે તો ઘરલેઉ વપરાશનો જથ્થાની વધુ જરૂર થાઈલેન્ડમાં જ પડશે.

જોકે થાઈલેન્ડ દર વર્ષે 10 મિલિયન ટન  ખાંડ નિકાસ કરે છે અને આગામી 5 વર્ષ દરમિયાન ખાંડની નિકાસ તેઓ બંધ કરશે અથવા ઓછી કરશે તો તેની અસર વર્લ્ડ માર્કેટ પર પણ જોવા મળી શકે તેમ છે.જોકે થાઈલેન્ડ સરકાર પોતાના ખેડૂતોને બચવા માટે પણ આ બાબતમાં દિશા નિર્દેશ કરી રહી છે કારણ કે તેઓ મને છે કે ખેડૂતોની મેહનત પછી જો ખાંડના આંતર રાષ્ટ્રીય ભાવ ન મળે તો તે વ્યાજબી નથી એટલે જ ખાંડની નિકાસને બદલે અહીં સ્થાનિક બાયોકેમિકલ પ્લાન્ટમાં તેનો ઉપયોગ વધારે થઇ તે વધી ઇચ્છનીય છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here