આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા

કોરોના સંકટને કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન 31 જુલાઇ સુધી રોકી દીધી છે. બુધવારે ડીજીસીએ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન પણ, ફ્લાઇટને અમુક રૂટ પર ઉડાન આપવામાં મંજૂરી આપવામાં આવશે. આ પરવાનગી કેસ-ટુ-કેસ આધારે આપવામાં આવશે. આ ઉપરાંત ડીજીસીએ દ્વારા ખાસ મંજૂરી અપાયેલી ફ્લાઇટ્સના કાર્ગો સંચાલન અને કામગીરીની મંજૂરી આપવામાં આવશે. કોરોના સંકટની શરૂઆતથી, ભારતે 23 માર્ચ, 2020 થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ મે 2020 થી વંદે ભારત મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાન ચાલી રહી છે.

આ સિવાય કેટલાક દેશો સાથે ‘એર બબલ’ ગોઠવણ હેઠળ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. યુએસ, યુકે, યુએઈ, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ સહિત કુલ 24 દેશો સાથે ભારતે આવા કરાર કર્યા છે. એર બબલ કરાર હેઠળ, બે દેશો વચ્ચે ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સીધા તેમના પોતાના શહેર વચ્ચે કાર્યરત છે. ડીજીસીએના હુકમ મુજબ નિયમિત વિમાની સેવા પર પ્રતિબંધ 31 જુલાઈ સુધી ચાલુ રહેશે. પરંતુ તમામ કાર્ગો ફ્લાઇટ અને વિશેષ ફ્લાઇટના સંચાલનની મંજૂરી આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here