ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાઈ છે. બલ્કે છેલ્લા 150 દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાતા છેલ્લા 24 કલાકમાં ભારતભરમાં માત્ર 22,065 કેસ નોંધાયા છે.પ્રતિદિન ઘટાડો આવી રહ્યો છે ત્યારે સમ્રગ ભારતમાં ઘટાડો નોંધાતા હવે કોરોના ભારતમાં હાંફી ગયો હોઈ તેવું લાગે છે. . એક સમયે 10 લાખ એક્ટિવ દર્દીઓની સંખ્યા થયા બાદ આજે લગભગ 150 દિવસ બાદ આજના દિવસે સંખ્યામાં ફરી ઘટાડો આવી ગયો છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા પણ પોઝિટિવ કેસની સંખ્યા કરતા વધારે જોવા મળી છે. જે એક સારા સંકેતની નિશાની છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 34,477 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને આ સાથે ભારતમાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 94,22,636 પર પહોંચી ગઈ છે. હાલ ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,39,820 સુધી જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 354 મૃત્યુ લોકોના થયા છે. કુલ મૃત્યુ આંક 1,43,709 સુધી પહોંચ્યો છે.