પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ રૂ. 1 લાખ કરોડની આર્થિક વૃદ્ધિ લાવી શકે તેમ છે: પેટ્રોલિયમ સચિવ

મુંબઈ:સરકાર છેલ્લા કેટલાક ઈથનોલનું ઉત્પાદન વધારવા પર ભારે જોર આપી રહી છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાથી દેશમાં દર વર્ષે 1 લાખ કરોડથી વધુની આર્થિક પ્રવૃત્તિ બનાવવામાં મદદ મળી શકે છે અને કિંમતી વિદેશી વિનિમયની બચત થઈ શકે છે, એમ યુનિયન પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે જણાવ્યું હતું.

હાલમાં, દેશમાં વેચાયેલા પેટ્રોલમાં ઇથેનોલ 5 ટકાથી ઉપર છે, જે વિવિધ સ્થાનિક રીતે ઉપલબ્ધ સ્રોતોમાંથી બાય-ફ્યુઅલકાઢવામાં આવે છે.”અમે એક ગણતરી કરી છે અને અમે જોયું છે કે હાલના પ્રોગ્રામ્સ સાથે, જેનો અર્થ છે કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત થાય છે અને અમે 5,000,કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સ કે જે સ્થાપવા માગીએ છીએ,એ બધાંનું વિચારીએ તો દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા બહવો શકાય તેમ છે,” તેમ કપૂરે જણાવ્યું હતું.,

વિશ્વ ઉર્જાના નવા સ્ત્રોતો તરફ વળી રહ્યું છે, તેમ ભારતમાં પણબદલાવનો દોર ચાલી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.જો કે, દેશને વધુ ઉર્જાની જરૂર છે, અને આંદોલન ભારતમાં કોલસાથી તેલ અથવા ગેસ ને લઈને પણ છે. જો ભારતે નવીનીકરણીય ઉર્જા અને ગેસ તરફ આગળ વધવું હોય તો દેશની અંદર શું પેદા થઈ શકે છે તે જોવું રહ્યું, એમ કપૂરે ઉમેર્યું હતું, આથી જ બાયો-ઇંધણ અને સૌર ઉર્જા ખૂબ મહત્ત્વપૂર્ણ બને છે. સંક્રમણના ભાગ રૂપે બાયો-ઇંધણને અપનાવવાથી ઘણાં ફોરેક્સની બચત થઈ શકે છે, મોટી સંખ્યામાં ઉદ્યમીઓ ઉત્પન્ન થાય છે, નોકરીઓ પહોંચાડે છે અને બાયો-ફ્યુઅલના આધારે અર્થતંત્ર બનાવવામાં મદદ મળી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

.મેન્યુફેક્ચરિંગ દ્રષ્ટિકોણથી પણ સ્ટાર્ટ અપ્સ માટેની તકો અસ્તિત્વમાં છે, એમ કપૂરે કહ્યું હતું કે, ફક્ત તેલ અને ગેસ ક્ષેત્રે ચાલતા રાજ્યના સાહસો કેપેક્સ પર દર વર્ષે 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે, અને મોટાભાગનાં ઉપકરણોની આયાત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here